Dharampur: ધરમપુરનાં નાની વહીયાળ ગામે ધોડિયા સમાજના શિક્ષિત પરિવારના યુવક યુવતીનાં લગ્ન આદિવાસી સંસ્કૃતિ રીત રિવાજ મુજબ લેવાયા.
Dharampur: ધરમપુરનાં નાની વહીયાળ ગામે ધોડિયા સમાજના શિક્ષિત પરિવારના યુવક યુવતીનાં લગ્ન આદિવાસી સંસ્કૃતિ રીત રિવાજ મુજબ લેવાયા. તારીખ ૨૬-૦૧-૨૦૨૪નાં દિને ધરમપુરનાં નાની વહિયાળ ગામે વકિલ અંકિત અને એકતાના લગન આદિવાસી સંસ્કૃતિ મુજબ યોજાયા હતા. જેમાં આદિવાસી પરંપરા રીતરિવાજ મુજબ વિધિ, આદિવાસી વાજિંત્ર તૂરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં ડેપ્યુટી કલેકટર પ્રિતેશભાઈ પટેલ, નિવૃત્ત બેન્ક કર્મચારી ઉત્તમભાઈ પટેલ, નિવૃત્ત ઈજનેર રાજુભાઈ પટેલ, આદિવાસી અગ્રણી સામજિક કાર્યકર કમલેશભાઈ પટેલ ઉપસ્થિત રહી આદિવાસી સંસ્કૃતિ બચાવવાનો સંદેશો આપ્યો હતો.