Chikhli : કલીયારી ગામે ધોડિયા સમાજ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ખેરગામ ઈલેવન ટીમ ચેમ્પિયન.
Chikhli : કલીયારી ગામે ધોડિયા સમાજ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ખેરગામ ઈલેવન ટીમ ચેમ્પિયન.
- ખેરગામ ઈલેવન પાંચ રનથી વિજેતા.
- બેસ્ટ બેટ્સમેન ઋતિક પટેલ જાહેર.
ચીખલી તાલુકાના કલયારી ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર છેલ્લા ૨૪ વર્ષથી ભવ્ય ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન જય ભવાની મિત્ર મંડળ ધોડિયા સમાજ દ્વારા કરવામાં આવે છે. જેમાં આ વર્ષે પણ ક્રિકેટ ટૂર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોડિયા સમાજની ૧૭૨ ટીમે ભાગ લીધો હતો. જેમાં ફાઇનલની અંતિમ મેચમાં ખેરગામ ઇલેવન અને સારણ ઈલેવન વચ્ચે ફાઈનલનો જંગ ખેલાયો હતો.
જેમાં ખેરગામ ઇલેવનની ટીમે પ્રથમ બેટિંગ કરી ૬ ઓવરમાં ૬૦નો ટાર્ગેટ સારણ ઇલેવનને આપ્યો હતો. સારણ ઈલેવન ૫૫ રન ઉપર સમેટાઈ જતા પાંચ રનથી વિજય મેળવી ખેરગામ ઇલેવન ચેમ્પિયન બની હતી. ટૂર્નામેન્ટમાં બેસ્ટ બેસ્ટમેન ઋતિક પટેલ રહ્યો હતો.
જય ભવાની મિત્ર મંડળ ધોડિયા સમાજ દ્વારા વિજેતા ટીમ અને રનરઅપ ટીમને ટ્રોફી અને રોકડ ઈનામ વિતરણ કર્યું હતું. ટૂર્નામેન્ટમાં ખેરગામ ઇલેવન ચેમ્પિયન બનતા ખેરગામ પંથકના ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
Comments
Post a Comment