Khergam : તાલુકા કક્ષાનાં પ્રજાસત્તાક દિને ખેરગામ શામળા ફળિયા શિક્ષકનું સન્માન કરવામાં આવ્યું હતું.

      

Khergam : તાલુકા કક્ષાનાં પ્રજાસત્તાક દિને ખેરગામ શામળા ફળિયા શિક્ષકનું સન્માન કરવામાં આવ્યું હતું.

તારીખ 26-1-2023 ના રોજ તાલુકો કક્ષાનો પ્રજાસત્તાક દિવસ જનતા માધ્યમિક શાળા ખાતે યોજાયો. નાયબ કલેકટરશ્રી ડી.આઈ.પટેલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. રાષ્ટ્ર જોગ પ્રવચન કરી સમાજને  સરકારશ્રી તરફથી મળતી વિવિધ  સરકારી સહાય અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.  વિવિધ શાળાઓનાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા. જેમાં ખેરગામ તાલુકામાં વિવિધ વિભાગોમાં વિશિષ્ટ કામગીરી બદલ કર્મચારીઓને સન્માનપત્ર આપી નવાજવામાં આવ્યા હતા. શિક્ષણ વિભાગમાં વિશિષ્ટ કામગીરી કરવા બદલ મિશન ફળિયા પ્રાથમિક શાળાનાં આચાર્ય શ્રી અરવિંદભાઈ પટેલ અને શામળા ફળિયા પ્રાથમિક શાળા ખેરગામનાં ઉપશિક્ષક શ્રી સુરેશભાઈ પટેલને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.  આ કાર્યક્રમમાં  નાયબ કલેક્ટર અને વાંસદા સબ ડિવિઝન મેજીસ્ટ્રેટ  શ્રી. ડી. આઇ.પટેલ સાહેબ, ખેરગામ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ખેરગામ શ્રી સોલંકી સાહેબ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતિ રક્ષાબેન પટેલ, મામલતદાર કચેરીનાં સ્ટાફ, તાલુકા પંચાયત કચેરીનાં સ્ટાફ, ખેરગામ બી.આર.સી.શ્રી વિજયભાઈ પટેલ, ખેરગામ શિક્ષક સંઘનાં પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, ખેરગામ ગ્રામ પંચાયતનાં સરપંચશ્રી શ્રીમતી ઝરણાબેન પટેલ, નવસારી જિલ્લા પંચાયતના પૂર્વ સભ્યશ્રી પ્રશાંતભાઈ પટેલ, કેળવણી મંડળના પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલ, સામાજિક આગેવાનો, પત્રકાર મિત્રો, શિક્ષકો, વિદ્યાર્થીઓ, હાજર રહ્યા હતા. 
















Comments

Popular posts from this blog

પ્રામાણિક માણસને કેવી રીતે ઓળખવો? જાણો ડૉ.ચિંતન વૈષ્ણવના હસ્તે લખાયેલ ૧૦ સંકેતો.

Bilimora (Gandevi) :બીલીમોરા યુથ ઓફ ધોડિયા સમાજના ઉપક્રમે યુથર વિદ્યાર્થીઓને રાહતદરે નોટબુક વિતરણ કરાયુ

Surat (Mahuva) : મહુવા તાલુકાના ગાંગડિયા ગામની શિક્ષકપુત્રીએ નોકરીનો પ્રથમ પગાર વસરાઈ ધોડિયા સમાજ ભવનના નિર્માણ માટે દાન કર્યો.