Mahuva: મહુવાના વસરાઈ મુકામે ઓલ ગુજરાત આદિવાસી લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. વસરાઈ,તા:૦૩ બિગબેઝ ફોર્મેટમા ઓલ ગુજરાત આદિવાસી લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ સંપન્ન થઈ હતી. આ ટુર્નામેન્ટમાં બનાસકાંઠા, દાહોદ,રાજપીપળા, વ્યારા, ઉચ્છલ, સુરત, નવસારી, વાંસદા, ડાંગ, અને વલસાડથી લઇ ઉમરગામ સુધીનાં ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમા રાઈઝિંગસ્ટાર વ્યારા ચેમ્પિયન બની હતી. ચેમ્પિયન ટીમને ₹(૧,૦૦,૦૦૦)એક લાખ રોકડ પ્રાઈઝ અને રનર્સ અપટીમને ₹(૫૧,૦૦૦)એકાવન હજાર રોકડ પ્રાઈઝ સાથે ટ્રોફીશ્રી રાકેશભાઈ (બાંધકામ સમિતિનાં અધ્યક્ષ) શ્રી કિશોરભાઈ, (તા. પ્રમુખ) શ્રી દેવુભાઈ, શ્રીમતી રીંકલબેન, શ્રીમતી રેખાબેન, ધોડિયા સમાજ મંડળનાં હોદ્દેદારો, ગ્રામજનો અને આગેવાનોની ઉપસ્થિતિએ અપાઈ હતી. " વસરાઇ સમાજ ભવનને ઓલ ગુજરાત આદિવાસી ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન સંપન્ન " સમાજ માટે હું શું કરી શકું આ ભાવથી શરૂ થયેલી સમાજસેવાની યાત્રાના ફલસ્વરૂપ સમગ્ર સમાજ જનોના સહયોગથી (૨૦૨૨માં)જમીન લોકાર્પણ આ(૨૦૨૩માં) ઓફીસ અને પાર્ટીપ્લોટ લોકાર્પણ (૨૦૨૪માં) વિશાળ ગ્રાઉન્ડ (ક્રિકેટ,વોલીબોલ, ટેનિસ તેમજ રનિંગ ટ્રેક સાથે) પાણીની ટાંકી,પ...
Khergam (pomapal school): ખેરગામની પોમાપાળ પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો. તારીખ :૧૧-૦૨-૨૦૨૪નાં રવિવારનાં દિને ૯:૦૦ કલાકે ખેરગામની પોમાપાળ પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો. જેમાં પોમાપાળ ફળિયાનાં વોર્ડ નંબર -૯ નાં સભ્ય શ્રી રાકેશભાઈ પટેલના હસ્તે આનંદ મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જેમાં અવનવી વાનગીઓ જેવી કે ઉબાડીયું, પાણીપુરી, સમોસા, મસાલા છાશ, બટાટા પૌંઆ, પાઉંભાજી, વડાપાઉં, ચાઇનીઝ સમોસા, કટલેસ, ભેલ, સેવખમણી, ભૂંગળા જેવી વાનગીઓના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં નફો-ખોટ, ખરીદ કિંમત, વેચાણ કિંમત, શબ્દોની સમજ મેળવે છે. અને વ્યવહારમાં તેના ઉપયોગ વિશે જાણે છે. તેમજ ગાણિતિક કોયડાઓ અને ક્રિયાઓનો વ્યાવહારિક ઉપયોગિતા કેળવે છે. તેમજ જે તે વાનગીઓનાં બનાવટમાં ઉપયોગી મરીમસાલા, ચીજવસ્તુઓની જરૂરી ચીજ વસ્તુઓ વિશે માહિતગાર થાય છે. તેમજ તેમની બનાવટમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ માતાપિતાને મદદરૂપ થાય. સંપ, સહકાર, ચીવટ, ચોકસાઈ,જેવા ગુણો વિકસિત થાય એ આનંદમેળાનો મૂળ હેતુ રહેલો છે. ગ્રામ પંચાયત સભ્યશ્રીની મુલાકાત દરમ્યાન આનંદ મેળા વિશે પૂછવામાં આવતાં તેમણે જણાવ્ય...
Science fair Keliya School,Vansda: વાંસદા તાલુકાના કેલિયા પ્રા.શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કેલિયા પ્રાથમિક શાળા ખાતે વાંસદા-ચીખલીના ધારાસભ્ય આનંદ પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું જેમાં ૮૪ જેટલી કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી અને કેલિયા પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪ "ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને વાંસદા તાલુકાની પ્રાથમિક શાળાઓના બાળ વૈજ્ઞાનિકો દ્વારા કેલિયા પ્રાથમિક શાળામાં નવનિર્મિત મકાનનું લોકાર્પણ વાંસદા વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી અનંત પટેલ અને તાલુકા પંચાયત પ્રમુખશ્રી દીપ્તિબેન પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું. જેમાં જુદી જુદી પ્રાથમિક શાળાના બાળકોએ 84 જેટલી કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી. અધ્યક્ષપદેથી ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે શાળાના ઉત્સાહિત શિક્ષકો દ્વારા દર વર્ષે વૈજ્ઞાનિક પ્રદર્શન રાખવામાં આવે છે અને વિદ્યાર્થીઓ પણ ઉત્સાહથી કૃતિઓ તૈયાર કરે છે આ પ્રસંગે પ્રાંત અધિકારી પટેલ સાહેબે જણાવ્યું હતું કે ખૂબ સરસ આયોજન કર...
Comments
Post a Comment