Posts

શિક્ષક મિત્રો તમને તકલીફ હોય તો ડાયરેકટ મને ફોન કરજો : ધારાસભ્યશ્રી મોહનભાઇ ધોડિયા

Image
   શિક્ષક મિત્રો તમને તકલીફ હોય તો ડાયરેકટ મને ફોન કરજો : ધારાસભ્યશ્રી મોહનભાઇ ધોડિયા 

ખેરગામની શામળા ફળિયા પ્રા. શાળામાં શિક્ષા સપ્તાહ અંતર્ગત કાર્યક્રમો યોજાયા

Image
 ખેરગામની શામળા ફળિયા પ્રા. શાળામાં શિક્ષા સપ્તાહ અંતર્ગત કાર્યક્રમો યોજાયા અખિલ ભારતીય શિક્ષા સમાગમ ૨૦૨૪ અંતર્ગત ટીચિંગ લર્નિંગ મટીરીયલ (ટીએલએમ) અને પાયાના સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન (એફએલએન) દિવસની ઉજવણી શાળાના આચાર્ય પ્રજ્ઞાબેન પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જેમાં બાળકોને સૌપ્રથમ ટીએલએમનું મહત્વ, જરૂરી સામગ્રી આપવામાં આવી હતી. બાલવાટિકા, ધોરણ ૧, ધોરણ ૩ થી ૫ અને ધોરણ ૬ થી ૮ની ટીમ બનાવી કામગીરી સોંપવામાં આવી હતી. જયારે એફએલએનમાં શિક્ષકોએ બાયસેગના માધ્યમથી કાર્યક્રમ નિહાળી બાળકોનો જ્ઞાનાત્મક વિકાસ, આત્મવિશ્વાસ શીખવાની ક્ષમતા જેવા હેતુઓમાં પ્રગતિ થાય એ સાર્થક કરવા બાળકોને શાળા પરિવાર વતી શિક્ષકો પ્રિયંકા દેસાઈ અને શીતલબેન પટેલે સમજ આપી હતી.

આદિજાતિ વિશેષ: ચીખલી તાલુકાના પ્રધાનપાડા ગામના નિશાળ ફળિયામાં રહેતા રમેશભાઈ પટેલની પુત્રી કિન્નરીબેન પટેલની. સરકારશ્રીની “ફ્રી શીપ કાર્ડ” યોજના થકી કિન્નરીબેન પટેલ ડોક્ટર બનવાનું સાકાર થયું.

Image
 આદિજાતિ વિશેષ: ચીખલી તાલુકાના પ્રધાનપાડા ગામના નિશાળ ફળિયામાં રહેતા રમેશભાઈ પટેલની પુત્રી કિન્નરીબેન પટેલની. સરકારશ્રીની “ફ્રી શીપ કાર્ડ” યોજના થકી કિન્નરીબેન પટેલ ડોક્ટર બનવાનું સાકાર થયું. આદિજાતિ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય નિર્માણમાં આર્થિક સહાય પૂરી પાડતી સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ – ફ્રી શીપ કાર્ડ યોજના નવસારીના કિન્નરીબેન પટેલનું ડોક્ટર બનવાનું સપનું થયું સાકાર, સરકારશ્રીએ કરી આર્થિક સહાય સરકારની આ યોજકીય સહાયથી હવે મારી દીકરી પણ ડોક્ટર બની શકશે : રમેશભાઈ પટેલ (લાભાર્થીના પિતા) પ્રવેશ વખતે શિક્ષણ ફી ભર્યા સિવાય સહેલાઈથી આદિજાતિના વિદ્યાર્થીઓને સ્વનિર્ભર સંસ્થાઓમાં પ્રવેશ મળે તેવો સરકારશ્રીનો ઉમદા હેતુ ** ( આલેખન:ભાવિન પાટીલ ) (નવસારી:સોમવાર): ડોકટર બનવાનું સપનું જોયે રહેલ નવસારીની વિધાર્થીની રાજ્ય સરકાર દ્વારા અપાતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ - ફ્રી શિપ કાર્ડ યોજના થકી આર્થિક સહાય મેળવી સપનાને પૂર્ણ કરવાની રાહ પર છે. વાત છે, નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના પ્રધાનપાડા ગામના નિશાળ ફળિયામાં રહેતા રમેશભાઈ પટેલની પુત્રી કિન્નરીબેન પટેલની. સરકારશ્રીની “ફ્રી શીપ કાર્ડ” યોજના ...

Khergam blood donation camp: ખેરગામ જનતા માઘ્યમિક શાળામાં રક્તદાન કેમ્પ યોજાયો.

Image
  Khergam blood donation camp: ખેરગામ જનતા માઘ્યમિક શાળામાં રક્તદાન કેમ્પ યોજાયો. તારીખ :૨૦-૦૭-૨૦૨૪નાં દિને શ્રી જનતા કેળવણી મંડળ સંચાલિત જનતા માધ્યમિક શાળા ખેરગામ ખાતે રોટરી કલબ ઓફ ચીખલી રીવરફન્ટ અને વલસાડ રક્તદાન કેન્દ્રના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં ખેરગામ વિસ્તારનાં તેમજ અન્ય સ્થળોઓથી પધારેલ સેવાભાવી  રક્તદાતાઓ સહિત ખેરગામ વેણ ફળિયાનાં ડો.પંકજભાઈ પટેલે 50મી વખત રક્તદાન કર્યું  હતું. તેમજ મંડળનાં હોદ્દેદારોએ પણ આ રક્તદાનમાં ભાગ લઈ મંડળ પ્રત્યેની કૃતજ્ઞતા પ્રગટ કરી હતી. આ પ્રસંગે જનતા કેળવણી મંડળના પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલે તમામ રક્તદાતાઓનો તેમનાં તંદુરસ્ત જીવન માટે હાર્દિક શુભકામનાઓ અને સમાજ માટે ઋણ ચૂકવવા બદલ અંતઃ પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં  ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ, પ.પૂ. કથાકાર પ્રફુલ શુક્લજી,ખેરગામ ગ્રામ પંચાયતનાં સરપંચશ્રી ઝરણાબેન પટેલ, નવસારી જિલ્લા સદસ્ય અને પૂર્વ પ્રમુખશ્રી ભીખુભાઈ આહીર,ખેરગામ મામલતદારsશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ,  મંડળનાં હોદ્દેદારો, શાળાનાં શિક્ષકો, ગામના આગેવાનો, પત્રકાર મિત્રો, રોટરી કલબ ચીખલીના હોદ્દ...

Surat (Mahuva) : મહુવા તાલુકાના ગાંગડિયા ગામની શિક્ષકપુત્રીએ નોકરીનો પ્રથમ પગાર વસરાઈ ધોડિયા સમાજ ભવનના નિર્માણ માટે દાન કર્યો.

Image
 Surat (Mahuva) : મહુવા તાલુકાના ગાંગડિયા ગામની શિક્ષકપુત્રીએ નોકરીનો પ્રથમ પગાર  વસરાઈ ધોડિયા સમાજ ભવનના નિર્માણ માટે દાન કર્યો.  મું. ગાંગડીયા,તા.મહુવા, જિ. સુરત, શિક્ષકશ્રી પ્રફુલભાઇ પટેલ, પ્રોફેસર કુ. હેતા, પરિવારજનો અને ધોડિયા સમાજ માટે તારીખ 26-06-2 024નો દિવસ યાદગાર બન્યો.  પ્રફુલભાઇ પટેલ દિશા ધોડિયા સંગઠનના પાયાના કાર્યકર છે.  તેમજ  તેઓ એક એવોર્ડ વિનર શિક્ષક, જિલ્લા સંઘ, રાજ્યસંઘમાં પ્રતિનિધિત્વ કરનાર, સમાજના હિતેચ્છુ અને     સતત પ્રવૃત કર્મનિષ્ઠ યોગી. તેમની  દીકરી હેતાએ (msc.med.Gset - maths - Edu. TAT 1-2-CTET -) પૂર્ણ કરી હાલ જામનગર Bed કોલેજમાં કાયમી લેક્ચર તરીકે નિમણૂક પામી છે.તેમણે કર્મભૂમિ અને સમાજને યાદ કરી નોકરીનો પ્રથમ પગાર ૫૧,૦૦૦/- અંકે રૂપિયા એકાવન હજાર દિશા ધોડિયા સમાજ વસરાઇ સમાજભવન નિર્માણ માટે દાનમાં આપી આદિવાસી ધોડિયા સમાજમાં દાનને યોગ્ય દિશામાં આપવા માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે.  સાધારણ પરિવારની આ અસાધારણ ઉદારવૃત્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.જે ધોડિયા સમાજ સદાય માટે  યાદગાર અને પ્રેરણાદાયી રહેશે. આજે સમાજ મા...

ચીખલી તાલુકાના ગોડથલ ગામની માળી ફળિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો.

Image
 ચીખલી તાલુકાના ગોડથલ ગામની માળી ફળિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો. ચીખલી તાલુકાના ગોડથલ ગામની માળી ફળિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો હતો.જેમાં ગણદેવી વિધાનસભાના માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહી આજીવન માઁ સરસ્વતીની સાધના કરનાર શિક્ષિકા શ્રીમતી હંસાબેન પટેલને વંદન સહ પુષ્પગુચ્છથી અભિવાદન કરી સ્વસ્થ અને સમૃદ્ધ નિવૃત્ત જીવનની શુભકામનાઓ પાઠવી હતી. આજરોજ ચીખલી તાલુકાના ગોડથલ ગામે, માળી ફળિયા પ્રાથમિક શાળા ખાતે વયનિવૃત્ત થતા મુખ્ય શિક્ષિકા શ્રીમતી હંસાબેન પટેલના... Posted by Naresh Patel on  Tuesday, June 18, 2024

સંકલ્પ એજયુકેશન ગૃપ દ્વારા ખેરગામ તાલુકાનાં રૂઝવણી ગામની પજ્ઞાચક્ષુ દીકરીને આર્થિક સહાય.

Image
સંકલ્પ એજયુકેશન ગૃપ દ્વારા ખેરગામ તાલુકાનાં રૂઝવણી ગામની પજ્ઞાચક્ષુ દીકરીને આર્થિક સહાય. તારીખ : 16-06-2024નાં દિને સંકલ્પ એજયુકેશન ગૃપ દ્વારા ખેરગામ તાલુકાનાં રૂઝવણી ગામની પજ્ઞાચક્ષુ દીકરીને આર્થિક સહાય આપવામાં આવી હતી  ખેરગામ તાલુકાના રૂઝવણી ગામના દુકાન ફળિયામાં રહેતી પ્રિયંકાબેન જેરામભાઈ પટેલ આણંદની વિદ્યાનગર સરદાર પટેલ કોલેજમાં એમ. એ.નાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. તે (પ્રજ્ઞાચક્ષુ)  બંને આંખે જોઈ શકતા નથી . છતાં પણ અભ્યાસ પ્રત્યેની તેમની રુચિ અને હિંમતને સલામ ભરવાનું મન થાય. તે ભણતરની સાથે સંગીતના ક્લાસિસ પણ કરે છે. તેમના  માતા હયાત નથી, પિતા મજૂરી કામ કરી દીકરીને ભણાવે છે. સંકલ્પ એજ્યુકેશન ગૃપ દ્વારા દીકરીને 15,000/- ની આર્થિક સહાય આપવામાં આવી.   પ્રિયંકા પટેલની માહિતી સંક્લ્પ એજયુકેશન ગૃપ સુધી વલસાડ આરોગ્ય શાખામાં ફરજ બજાવતા વૈભવ પટેલે પહોંચાડી હતી.  સંકલ્પ એજ્યુકેશન ગૃપનાં  સભ્યો તથા ખેરગામ તાલુકાનાં સેવાભાવી અગ્રણીઓ વૈભવ પટેલ (નારણપોર ખેરગામ), દિનેશભાઈ પટેલ, (નિવૃત્ત નિયામક, ગ્રંથપાલ), શૈલેષભાઈ પટેલ (વેણ ફળિયા, ખેરગામ), વિજયભાઈ પટેલ,સોશિયલ ઓડ...