સંકલ્પ એજયુકેશન ગૃપ દ્વારા ખેરગામ તાલુકાનાં રૂઝવણી ગામની પજ્ઞાચક્ષુ દીકરીને આર્થિક સહાય.
સંકલ્પ એજયુકેશન ગૃપ દ્વારા ખેરગામ તાલુકાનાં રૂઝવણી ગામની પજ્ઞાચક્ષુ દીકરીને આર્થિક સહાય.
તારીખ : 16-06-2024નાં દિને સંકલ્પ એજયુકેશન ગૃપ દ્વારા ખેરગામ તાલુકાનાં રૂઝવણી ગામની પજ્ઞાચક્ષુ દીકરીને આર્થિક સહાય આપવામાં આવી હતી
ખેરગામ તાલુકાના રૂઝવણી ગામના દુકાન ફળિયામાં રહેતી પ્રિયંકાબેન જેરામભાઈ પટેલ આણંદની વિદ્યાનગર સરદાર પટેલ કોલેજમાં એમ. એ.નાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. તે (પ્રજ્ઞાચક્ષુ) બંને આંખે જોઈ શકતા નથી . છતાં પણ અભ્યાસ પ્રત્યેની તેમની રુચિ અને હિંમતને સલામ ભરવાનું મન થાય. તે ભણતરની સાથે સંગીતના ક્લાસિસ પણ કરે છે. તેમના માતા હયાત નથી, પિતા મજૂરી કામ કરી દીકરીને ભણાવે છે.
સંકલ્પ એજ્યુકેશન ગૃપ દ્વારા દીકરીને 15,000/- ની આર્થિક સહાય આપવામાં આવી.
પ્રિયંકા પટેલની માહિતી સંક્લ્પ એજયુકેશન ગૃપ સુધી વલસાડ આરોગ્ય શાખામાં ફરજ બજાવતા વૈભવ પટેલે પહોંચાડી હતી. સંકલ્પ એજ્યુકેશન ગૃપનાં સભ્યો તથા ખેરગામ તાલુકાનાં સેવાભાવી અગ્રણીઓ વૈભવ પટેલ (નારણપોર ખેરગામ), દિનેશભાઈ પટેલ, (નિવૃત્ત નિયામક, ગ્રંથપાલ), શૈલેષભાઈ પટેલ (વેણ ફળિયા, ખેરગામ), વિજયભાઈ પટેલ,સોશિયલ ઓડિટર (સરસીયા ફળિયા), અલ્પેશભાઈ પટેલ (દોલધા) હાલ નવસારી ગણેશ સિસોદ્ર, ઝંખવાવ L&T) માં ફરજ બજાવતા અને (સાદકપોર,ચીખલી)નાં રહેવાસી દિલીપભાઈ પટેલ સહિતનાની ઉપસ્થિતિમાં સહાય આપવામાં આવી હતી.
સંકલ્પ એજ્યુકેશન ગૃપનાં કુલ 10(દશ) છે.તમામ ગ્રૂપના સભ્યોનાં આર્થિક સહયોગથી ગરીબ વર્ગના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવામાં આવે છે. તમામ ગૃપ સભ્યો દ્વારા સ્વૈચ્છિક રીતે યથાશકિત નાણાંકીય સહાય ગૃપ એડમીન મીનેશભાઈ પટેલ તથા તેમના સહયોગી સભ્યોને જમા કરાવે છે. આદિવાસી સમાજનું અત્યાર સુધીનું સૌથી મોટું શૈક્ષણિક સહાય માટેનું ગૃપ છે.
પ્રિયંકા પટેલનો પરિચય તેમનાં મુખે સાંભળીએ.
Comments
Post a Comment