સાબરકાંઠા જિલ્લાના માનગઢ હત્યાકાંડ અને પાલ દઢવાવ હત્યાકાંડમાં વીર અનામ આદિવાસી શહીદોને સત્ સત્ નમન.

            


સાબરકાંઠા જિલ્લાના માનગઢ હત્યાકાંડ અને પાલ દઢવાવ હત્યાકાંડમાં વીર અનામ આદિવાસી શહીદોને સત્ સત્ નમન.

૭ માર્ચ,૧૯૨૨માં સાબરકાંઠા જીલ્લાના વિજયનગર તાલુકાના પાલ દઢવાવ મુકામે આઝાદીની લડાઈમાં જલિયાવાલા બાગ કરતાં પણ પણ મોટો હત્યાકાંડ થયો હતો.જેમાં ૧૨૦૦થી  વધારે આદિવાસીઓ દેશ માટે શહીદ થયા હતા.ભારતની આઝાદીની લડાઈમાં આ બે મોટા હત્યાકાંડ થયા જે જલિયાવાલાબાગ કરતાં ય મોટા હતા.એમાં આ 

1.માનગઢ હત્યાકાંડ અને 2.પાલ દઢવાવ હત્યાકાંડ.આ બંને હત્યાકાંડમાં મોટી સંખ્યામાં આદિવાસી આઝાદીનાં લડવૈયાઓ શહીદ થયા હતા.આ હત્યાકાંડ આદિવાસીઓ દ્વારા અંગ્રેજોના શોષણ સામે અવાજ ઊઠાવતાં સર્જાયો હતો.સીધી રીતે અંગ્રેજોને આદિવાસીઓએ ખૂબ મોટી ફાઈટ આપી હતી.અંગ્રેજો આદિવાસીઓથી ડરતા પણ હતા.પણ જલિયાંવાલા બાગ જેવી પ્રસિદ્ધિ મળી નથી.મિડિયા ત્યારે પણ આજની સોશિયલ મિડિયાની જેમ શહેરની ઘટનાને વધુ મહત્વ દેતું હતું!?

એ સૌ વીર અનામ આદિવાસી શહીદોને શત શત નમન.

Comments

Popular posts from this blog

પ્રામાણિક માણસને કેવી રીતે ઓળખવો? જાણો ડૉ.ચિંતન વૈષ્ણવના હસ્તે લખાયેલ ૧૦ સંકેતો.

Bilimora (Gandevi) :બીલીમોરા યુથ ઓફ ધોડિયા સમાજના ઉપક્રમે યુથર વિદ્યાર્થીઓને રાહતદરે નોટબુક વિતરણ કરાયુ

શિક્ષકનો જીવ બચાવવા 13 વર્ષની આદિવાસી દીકરીએ શહીદી વ્હોરી.