પ્રામાણિક માણસને કેવી રીતે ઓળખવો? જાણો ડૉ.ચિંતન વૈષ્ણવના હસ્તે લખાયેલ ૧૦ સંકેતો.
પ્રામાણિક માણસને કેવી રીતે ઓળખવો? જાણો ડૉ.ચિંતન વૈષ્ણવના હસ્તે લખાયેલ ૧૦ સંકેતો.
ડૉ. ચિંતન વૈષ્ણવ સાહેબ હાલ ડાંગ જિલ્લામાં નોટીફાઇડ એરિયા કચેરી સાપુતારા ખાતે નાયબ કલેકટર અને ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવે છે.
આ ઉપરાંત ચિંતન વૈષ્ણવે રાજ્યના માળિયા મિયાણા, હળવદ, મહેસાણા, ડાંગ, પાલનપુર, દ્વારકા, જામ ખંભાળિયા સહિતના તાલુકાઓમાં પણ મામલતદાર તરીકે મહત્વની કામગીરી કરી હતી.
ત્યાં તેમણે એક પ્રામાણિક અને ઈમાનદાર અઘિકારી તરીકે "સિંઘમ અધિકારીની" છાપ છોડી છે. અને આજ દિન સુધી તેમના પર ડાઘ લાગ્યો નથી. અને તેમણે ઈમાનદારી અને પ્રમાણિકતા માટે આકરી કસોટીઓમાંથી પણ પસાર થવું પડ્યું હતું. હાલ પણ એજ છાપ ધરાવી રાખી સાપુતારાના વિસ્તારનાં આદિવાસી લોકોના દિલમાં વસવાટ કર્યો છે. આજ પણ તેઓ રાજકીય દબાવમાં આવ્યા વગર નિયમ અનુસાર પ્રમાણિકપણે ફરજ બજાવે છે. યુવાવર્ગમાં પણ તેઓ ખાસ્સા લોકપ્રિય છે. સાથે તેઓ યુવાવર્ગનાં આદર્શ ગણાય છે. તેઓ સારા લેખક પણ છે. તેમણે ગુરુખિલ્લી, તેજોવધ અને લક્ષ્યવેધ જેવા સારા પુસ્તકો લખ્યાં છે. તેમના હસ્તે લખાયેલ લેખ અહીં પ્રસ્તુત છે.
ડૉ. ચિંતન વૈષ્ણવ સરના શબ્દોમાં,"આપણે કહીએ છીએ કે "મને પ્રમાણિક માણસો ગમે છે," પણ આપણો અનુભવ એવો પણ હોય છે કે સોશિયલ મીડિયા પર, ચેટમાં, રૂબરૂમાં આપણા મિત્રો, પરિચિતો કે સંબંધીઓ ધાર્યા તેવા નથી નીકળતા તો," પ્રમાણિક માણસને ઓળખવો કેવી રીતે? તેના માટે ૧૦ સંકેતો છે:
૧. તેઓ તમને ખુશ કરવા માટે કે પછી ખુદને સારા બતાવવા માટે ના બોલે. તમને કે ખુદને ના ગમે તેવું હોય તો પણ સાચું જ બોલે.
૨. અતિશયોક્તિ ના કરે. જે જેવું હોય તેવું જ કહે. તેમાં તેમના પૂર્વગ્રહો કે લાગણીઓને ઉમેરીને ના બોલે. ૩. પોતાની ભૂલને સ્વીકારવામાં જરાય શરમ ના હોય.
૪. ગોસિપ ના કરે, અફવા ના ફેલાવે, બીજી વ્યક્તિની પ્રાઇવેસીની ઈજ્જત કરે.
૫. બોલેલું પાળે. ના પાળી શકાય તેમ હોય તો પ્રોમિસ ના કરે. કદાચિત, પ્રોમિસ તોડે તો તેનો એકરાર કરી લે પણ બહાનું ના કાઢે.
૬. બોલે કંઇક, કરે કંઇક એવું ના હોય. જેવું બોલે એવું જ જીવે અને જેવું જીવે તેવું જ બોલે. આજે જે બોલે તેવું જ કાલે બોલે.
૭. એ તમને નહીં, પોતાની જાત પ્રત્યે નિષ્ઠાવાન હોય. જે ખુદ સાથે જૂઠ ના બોલે, તે જ બીજા સાથે પ્રમાણિક રહી શકે.
૮. બહાનાં ના કાઢે. પોતાના વિચાર અને વ્યવહારની સંપૂર્ણ જવાબદારી ઉઠાવે અને ત્રુટિ રહી ગઈ હોય તો સ્વીકારી લે.
૯. બીજા શું વિચારશે એવું વિચારીને વર્તન ના કરે કે ના બોલે. તે વિચાર અને વ્યવહારમાં પારદર્શક હોય.
૧૦. તે ભૂલોમાંથી, અનુભવોમાંથી, વાતચીતમાંથી, વાંચનમાંથી સતત શીખે અને બહેતર બનવાનો પ્રયાસ કરે.
માહિતી સ્રોત: ફેસબૂક, the chabuk.com ૭ એપ્રિલ ૨૦૨૨ની પોસ્ટ,
Comments
Post a Comment