Khergam: ખેરગામ જનતા માધ્યમિક શાળા ખાતે વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ યોજાયો.
Khergam: ખેરગામ જનતા માધ્યમિક શાળા ખાતે વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ યોજાયો. જનતા માધ્યમિક શાળા ખેરગામ તેમજ એલ એન્ડ ટી પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ અને અગત્સ્ય ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે તારીખ : 28/02/ 2024 રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના રોજ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન ખેરગામ તાલુકાની જનતા માધ્યમિક શાળા ખેરગામ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ખેરગામ તાલુકાના મામલતદારશ્રી ડી.સી.બ્રાહ્મણકાચ્છ સમારંભના અધ્યક્ષ તરીકે બિરાજમાન હતા અને સાથો સાથ તાલુકા વિકાસ અધિકારી શ્રી મહેશભાઈ વિરાણી,તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી મનીષભાઈ પરમાર તાલુકા પંચાયત પ્રમુખશ્રી રાકેશભાઈ પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી લીનાબેન, ખેરગામ સરપંચ શ્રીમતી ઝરણાબેન પટેલ તેમજ અને શાળાના સંચાલક મંડળના પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલ ઉપપ્રમુખશ્રી પ્રશાંતભાઈ પટેલ અને કોષાધ્યક્ષ શ્રી જગદીશભાઈ પટેલ સદર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.અગસ્ત્ય ફાઉન્ડેશનના સહયોગથી કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા કુલ 32 વૈજ્ઞાનિક કૃતિઓની રજૂઆત કરવ...