Posts

Showing posts from May, 2024

Bharuch,Jambusar : જંબુસરના માનનીય પ્રાંત અધિકારીશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલે પોતાના લગ્નની વર્ષગાંઠ સમાજના અભ્યાસ કરતાં ગરીબ બાળકોને મદદરૂપ થઈ ઉજવણી કરી.

Image
  Bharuch,Jambusar : જંબુસરના માનનીય પ્રાંત અધિકારીશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલે પોતાના લગ્નની વર્ષગાંઠ સમાજના અભ્યાસ કરતાં ગરીબ બાળકોને મદદરૂપ થઈ ઉજવણી કરી. માનનીય પ્રાંત સાહેબશ્રી (ડેપ્યુટી કલેકટર) મહેશભાઈ પટેલ, ભરૂચ (જંબુસર), એમની લગ્નજીવનની વર્ષગાંઠ નિમિત્તે અભ્યાસ કરતા ગરીબ બાળકોને મદદ રૂપ બન્યા છે. આજે લોકો જન્મ દિવસ કે લગ્નની વર્ષગાંઠ પાછળ સારો એવો ખર્ચ કરતાં હોય છે. મહેશભાઈ પટેલે લગ્નજીવનની વર્ષગાંઠનાં ખર્ચને અભ્યાસ કરતાં બાળકોને મદદરૂપ બનીને ઉજવણી કરી હતી.  મહેશભાઈ પટેલ, મૂળ સરૈયા તાલુકો ચીખલી જીલ્લો નવસારીના વતની, ભરૂચ જિલ્લામાં જંબુસરમાં પોતાની ફરજ બજાવે છે,  જેઓ ભરૂચમાં ધોડિયા સમાજને પણ ખૂબ જ સહકારની સાથે શાળામાં ભણતાં બાળકોને પણ મદદરૂપ થતાં   રહે છે. આજે તેઓ સંક્લ્પ ગૃપને સહાયરૂપ થયા છે જે બદલ સાહેબશ્રીને સુખી જીવન માટે સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ વતી  મીનેશભાઇ પટેલે  શુભેચ્છાઓ  પાઠવી છે.

શિક્ષકનો જીવ બચાવવા 13 વર્ષની આદિવાસી દીકરીએ શહીદી વ્હોરી.

Image
               શિક્ષકનો જીવ બચાવવા 13 વર્ષની આદિવાસી  દીકરીએ શહીદી વ્હોરી. વાત છે. જયપુર રાજ્યના ડુંગરપુર જિલ્લાની  13 વર્ષની દીકરી કાલીબાઈની. તેમણે નાની ઉંમરે શિક્ષકનો જીવ બચાવવા શહીદી વ્હોરી તેની કહાની અહીં રજૂ કરવામાં આવી છે.  આઝાદી પહેલા જ્યારે રાજસ્થાનના આદિવાસી વિસ્તારોમાં એક ષડયંત્ર હેઠળ અત્યાચારના અંધકારથી શિક્ષણનો પ્રકાશ ઓલવાઈ રહ્યો હતો. શાળાઓને તાળાં મારવામાં આવ્યા હતા અને શિક્ષકોને ખેંચીને મારવામાં આવ્યા હતા. સરકારી આતંકવાદના એ વાતાવરણમાં રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના નાનકડા ગામ રસ્તાપાલની કાલીબાઈ ભીલ પોતાના ગુરુને બચાવવા હાથમાં દાતરડી લઈને સરકારી સૈનિકો સાથે એકલા લડ્યા હતાં. રસ્તાપાલ ગામની શાળાના શિક્ષક સેંગાભાઈનો જીવ બચાવતી વખતે કાલીબાઈ ભીલ તે સમયના જુલમી શાસનની ગોળીઓનો ભોગ બન્યા હતા. તેમણે 20 જૂન 1947ના રોજ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો. ગત મંગળવારે કાલીબાઈ ભીલનો બલિદાન દિવસ હતો, પરંતુ ન તો કાલીબાઈ ભીલના બલિદાનને સરકારી શાળાઓમાં યાદ કરવામાં આવ્યું કે ન તો આદિવાસીઓના ભલા માટે લડતી સંસ્થાઓમાં તેની ચર્ચા થઈ. રાજસ્થાનમાં શિક્ષ...

ચીખલી તાલુકાની બે માતા જેમણે ખેત મજૂરી, પશુપાલન કરીને દીકરીઓને ડોકટર બનાવી

Image
       ચીખલી તાલુકાની બે માતા જેમણે ખેત મજૂરી, પશુપાલન કરીને દીકરીઓને ડોકટર બનાવી

Chikhli, surakhai: ચીખલીના સુરખાઈ ધોડિયા સમાજ ભવન ખાતે સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્યના ઉપક્રમે વિવિધ વિભાગના કર્મચારીઓનું સંમેલન યોજાયું.

                Chikhli, surakhai: ચીખલીના  સુરખાઈ ધોડિયા સમાજ ભવન ખાતે સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્યના ઉપક્રમે વિવિધ વિભાગના કર્મચારીઓનું સંમેલન યોજાયું.  તારીખ 22-05-2 024નાં દિને સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્યના ઉપક્રમે વિવિધ વિભાગના નિવૃત્ત કર્મચારીઓનું ને સંમેલન સુરખાઈ ધોડિયા સમાજ ભવન તા ચીખલી, જીલ્લા નવસારી ખાતે સફળતાપૂર્વક  કરવામાં આવ્યું હતું.  જેમાં જુદા જુદા વિભાગના અઢીસો જેટલા  કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કલેકટર્સ, ક્લાસ વન ટુ અધિકારીઓ, તબીબો, એન્જિનિયર્સ, બિઝનેસમેન,વિવિધ સરકારી વિભાગો,વિવિધ બેંક, રેલવે એલ.આઇ.સી આઈ.ટી.આઈ, ઓએનજીસી,રિલાયન્સ,પોલીસ મિલિટરી  વગેરે વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એમને પ્રમાણિકતાને નિષ્ઠા માટે બિરદાવવામાં  આવ્યા હતા.  સૌએ એક સુરે સમાજની સેવાભાવી પ્રવૃત્તિઓ  જેવી કે શિક્ષણ, આરોગ્ય, ધંધા રોજગારી, વ્યસન મુક્તિ, કાનૂની સહાય, પર્યાવરણ રક્ષણ માટે સહકાર આપવાની ખાતરી આપી હતી. સાથે જ દરેક લોકોને માર્ગદર્શન માટે ઉપરોક્ત વિભાગોની હેલ્પલાઇન ઉભી કરવાનું પણ નક્કી ક...

આદીવાસી ધોડિયા સમાજની સંસ્કૃત્તિ |धोडिया समाज की संस्कृति|Culture of Dhodia society

Image
          આદિવાસી ધોડિયા સમાજની સંસ્કૃત્તિ |धोडिया समाज की संस्कृति|Culture of Dhodia society ધોડિયા લોકોની સંસ્કૃતિ સમૃદ્ધ અને વૈવિધ્યસભર છે, જે ભારતમાં સ્વદેશી આદિજાતિ તરીકેની તેમની આગવી ઓળખને પ્રતિબિંબિત કરે છે. અહીં તેમની સંસ્કૃતિના કેટલાક પાસાઓ છે: ભાષા: ધોડિયા લોકોની પોતાની ભાષા છે, જે ઈન્ડો-યુરોપિયન ભાષા પરિવારની ભીલ શાખાની છે. તે મુખ્યત્વે તેમના સમુદાયોમાં બોલાય છે અને તેમની અલગ સાંસ્કૃતિક ઓળખ જાળવવામાં મદદ કરે છે. પરંપરાગત પહેરવેશ: ધોડિયા પુરુષો સામાન્ય રીતે પાઘડી અથવા માથાના સ્કાર્ફ સાથે ધોતી (પરંપરાગત પુરૂષોના વસ્ત્રોનો એક પ્રકાર) પહેરે છે, જ્યારે સ્ત્રીઓ બ્લાઉઝ સાથે રંગબેરંગી સાડીઓ અથવા ઘાગરા (લાંબા સ્કર્ટ) પહેરે છે. તેમના પરંપરાગત પોશાકમાં ઘણીવાર વાઇબ્રન્ટ રંગો અને જટિલ પેટર્ન જોવા મળે છે. સંગીત અને નૃત્ય: ધોડિયા સંસ્કૃતિમાં સંગીત અને નૃત્ય આવશ્યક ભૂમિકા ભજવે છે. તેઓ તહેવારો, લગ્નો અને અન્ય ઉજવણીઓ દરમિયાન વિવિધ પરંપરાગત લોકગીતો અને નૃત્યો રજૂ કરે છે. આ પ્રદર્શનમાં ઘણીવાર લયબદ્ધ હલનચલનનો સમાવેશ થાય છે, જેમાં ડ્રમ અને વાંસળી જેવા પરંપરાગત સંગીતના...

આદિવાસી સમાજની ધોડિયા બોલીની જાળવણી માટે એક શિક્ષકે બીડુ ઉઠાવ્યું

Image
     આદિવાસી સમાજની ધોડિયા બોલીની જાળવણી માટે એક શિક્ષકે બીડુ ઉઠાવ્યું  દક્ષિણ ગુજરાતમાં ઘોડિયા જ્ઞાતિની બોલીની એક વિશેષતા છે, અગાઉના વડીલો તેને વ્યવહારમાં ઉપયોગ કરતા હતા પણ આજનો યુવા વર્ગ તેનો ઉપયોગ કરતા શરમાય છે, પણ તેના કારણે જ ધોડિયા બોલી ધીરે ધીરે મૃતપાય તરફ જવાને આરે છે, ત્યારે તેને સાચવવા માટે કપરાડા તાલુકાના ધોધડકુંવા ગામે રહેતા શિક્ષકે પ્રયાસ શરૂ કરી ધોડિયા બોલીમાં વાર્તા સંગ્રહ અને 100થી વધુ કહેવતોની એક બુક પ્રકાશિત કરી છે, જેથી આવનારી પેઢી તેને જોઈ સમજી અને બોલી શકે. કપરાડા તાલુકાના ધોધડકુંવા ગામે રહેતા અરવિંદભાઈ પટેલ જેઓ 1986થી ઉદવાડા ગામે શિક્ષક તરીકેની કામગીરી શરૂ કરી હતી, તેઓ હાલ ધરમપુર ખાતે હાઈસ્કૂલમાં સેવા આપી રહ્યા છે, તેમણે આદિવાસી ધોડિયા બોલીને સાચવવા માટે અત્યાર સુધીમાં અનેક પુસ્તકો લખ્યા છે. જેમાં ભવોભવની પ્રીત,ઘાટધાટના પાણી,ચલ ઉડ પવન પાવડી,સાત ઠગનો એક ઠગ ,અણ નાઈ તે પોર, ચક્રમ ચાડીયો, તેઓ people's linguistics survey of india (PLSI) પ્રકાશનમાં ધોડિયા બોલી સાહિત્ય વ્યાકરણનું લેખન પણ કરેલું છે. NCRT ભોપાલ ખાતે (MLE) તાલીમ કાર્યક્રમમાં ધોડિયા બોલીના...

NAVSARI (AB SCHOOL): નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોડિયા સમાજની દિકરી ઋષિતા ઉમેશભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું.

Image
                                                      NAVSARI (AB SCHOOL): નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોડિયા સમાજની દિકરી ઋષિતા ઉમેશભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું. નવસારીના ૪૭, સાંઈ ગાર્ડન  સોસાઈટી એરૂનાં રહેવાસી અને નવસારીમાં પોલીસ કોન્સ્ટેબલની ફરજ બજાવતા ઉમેશભાઈ મંગુભાઇ પટેલ અને ટીનાબેન પટેલની દિકરી ઋષિતા નવસારીની એ બી સ્કૂલમાં અભ્યાસ કરે છે. અભ્યાસમાં હોંશિયાર દિકરી ઋષિતાએ ધોરણ -૧૦ની પરીક્ષામાં  રાજ્ય અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમા સ્થાન મેળવી સમસ્ત આદિવાસી ધોડિયા સમાજ અને વતનનું નામ રોશન કર્યું છે. સમસ્ત આદિવાસી ધોડિયા સમાજ વતી દીકરીને હાર્દિક શુભકામનાઓ. નવસારી જિલ્લામાં ધો. ૧૦ની પરીક્ષામાં એ-૧ ગ્રેડ પ્રાપ્ત કરનાર ૫૭૬ વિદ્યાર્થીઓ પૈકી ૨૧૧ એ.બી. સ્કૂલના વિદ્યાર્થીઓ છે. ધો. ૧૨ની જેમ એ.બી. સ્કૂલે ધો. ૧૦ની પરીક્ષામાં પણ પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. એ.બી. સ્કૂલની  વિદ્યાર્થીની અને...

ધોડિયા સમાજનું ગૌરવ : ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલની પુત્રીએ ૯૯.૪૩ ટકા મેળવ્યા.

Image
 ધોડિયા સમાજનું ગૌરવ : ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલની પુત્રીએ ૯૯.૪૩ ટકા મેળવ્યા.